Friday, September 10, 2010

Jokes in Gujarati fonts

એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.


ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.

એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ

ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.


શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.

જજ - હું તને જેલમાં મોકલુક છુ. ચોર - શુ ચાર્જ લાગશે ? જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.

પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.

બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.


ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે? ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે. બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.

પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.

એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...