Showing posts with label Gujarati Jokes. Show all posts
Showing posts with label Gujarati Jokes. Show all posts

Saturday, April 7, 2012

Funny and Interesting Joke in Gujarati on Doctor & Vakil

એક ડોક્ટર અને એક વકીલ એક પાર્ટીમાં વાતો કરતા હતા.
એમની વાતચીતમાં લોકો સતત ખલેલ પહોંચાડતા હતા. લોકો ડોક્ટરને પોતપોતાની બીમારીઓનું વર્ણન કરતા હતા અને મફતમાં મેડિકલ સલાહ આપવાનું પૂછતા હતા.
લગભગ કલાક આવું ચાલ્યું. કંટાળી ગયેલા ડોક્ટરે વકીલને પૂછ્યું, 'તમે જ્યારે ઓફિસની બહાર હો ત્યારે તમારી પાસે કાનૂની સલાહ માગતા લોકોને રોકવા તમે શું કરો છો?'
'હું એમને સલાહ આપું છું, અને પછી એમને બિલ મોકલી દઉં છું,' વકીલે જવાબ આપ્યો.
ડોક્ટર ચકિત થઈ ગયા, પણ એવો પ્રયાસ કરવા સંમત થયા.
બીજા દિવસે ખોટું કરતો હોવાની લાગણી થતી હોવા છતાં ડોક્ટરે બિલો તૈયાર કર્યા અને પોસ્ટ કરવાનું નક્કી કર્યું ત્યાં એમણે પોસ્ટમાં પેલા વકીલનું બિલ આવેલું જોયું.

Tuesday, August 16, 2011

Offer from Jet Airways - Funny Story in Gujarati જેટ એરવેઈઝ ની ઓફર


થોડા મહિના પહેલા.. જેટ એરવેઈઝે એક ઓફર આપેલી..

કે જે ઉદ્યોગપતિઓ ધંધા માટે સફર કરતા હશે, તેઓ પોતાની પત્ની ને સાથે ફ્રી માં લઇ જઈ શકશે...
આ ઓફરની જબરજસ્ત સફળતા પછી, જેટ વાળાવે બધી પત્નીઓને થેંક્યુ કહેવા અને તેમના અનુભવ જાણવા પત્ર મોકલ્યા..

૯૫% પત્ની ઓનો એવો જવાબ આવ્યો કે, જેટ કઈ ટ્રીપ ની વાત કરે છે???

Friday, September 10, 2010

Jokes in Gujarati fonts

એક બાળક એક સફેદ અને એક બ્લેક બૂટ પહેરીને શાળામાં આવી ગયો.
શિક્ષક - જાવ ઘરે જઈને આ બૂટ બદલી આવ.
બાળક - ઘરે જવાનો કોઈ ફાયદો નથી,
શિક્ષક - કેમ ?
બાળક - ઘરે પણ એક સફેદ અને એક કાળુ બૂટ જ પડ્યુ છે.


ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે. શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.

એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે? બીજો મિત્ર- ગર્લફ્રેંડ

ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો મીનુ - કેમ ? ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.


શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ? રમેશ - ઈંટ ભીની થઈ જાય.

જજ - હું તને જેલમાં મોકલુક છુ. ચોર - શુ ચાર્જ લાગશે ? જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.

પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.

બે બાળકો લડી રહ્યા હતા
એક બાળક - મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.
બીજો બાળક - નહી મારા સારા છે
પ્રથમ બાળક - મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છે
બીજો બાળક - નહી મારો ભાઈ સારો
પ્રથમ બાળક - મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.
બીજો બાળક - હા, એ વાત તો સાચી હશે, કારણ કે મારા પપ્પા પણ એવુ જ કહે છે.


ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે? ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે. બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ. એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે. બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.

પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા મૂર્ખ આ શુ કરે છે તુ ? પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.

એક છોકરાએ પોતાના પિતાજીને પૂછ્યુ - પિતાજી, એક માણસ એકથી વધુ લગ્ન કેમ નથી કરી શકતો ? પિતાએ જવાબ આપ્યો - બેટા મોટો થઈને તુ જાતે સમજી જઈશ કે જે માણસ પોતાની રક્ષા નથી કરી શકતો તેની રક્ષા કાયદો કરે છે.

Tuesday, August 24, 2010

પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-૨) by:અધીર અમદાવાદી

26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?"

27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ/સાલસા નાખો, ફરિયાદ ન કરો.

28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ને ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?

29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાં એક જ વાર ચા પીવો.


30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો. અથવા તો પાન-મસાલા છોડી દો.


31. બેલ વાગે તો દરવાજો ખોલવા તમે જાવ, એમાં કાંઇ વારા થોડા પડાય બોસ!

32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.

33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.

34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.

35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો !

36. નવા ડ્રેસમાં એ જાડી લાગે તો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"

37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો


38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ

કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.


39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણા લાવી આપો.


40. તમે ખરીદેલી વસ્તુની સાચી કિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો. તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે.

41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.

42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટી છે!"


44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં

ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.


45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.

46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના

જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.


47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી,

માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.

48. "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો

49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.


50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા

દેશમાં આવી નથી!

પત્ની ને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-૧) by:અધીર અમદાવાદી

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ.
તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”

20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!

21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”

22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.

Tuesday, June 8, 2010

Marriage...1st Day and 1st Anniversary

નવા નવા લગ્ન બાદ અને લગ્નના એક વર્ષ પછી... પતિ-પત્ની વચ્ચેનો સંવાદ...
લગ્નના એક-બે દિવસ બાદ:
પતિ: તો હવે શેની રાહ જોવે છે?
પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?
પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.
પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
પતિ: હા! એક નહી હજાર વખત!!
પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
પતિ: શું તમે મને મારશો?
પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
પતિ: હાં!
પત્ની: ઓહ ડાર્લિંગ!!!
લગ્નના એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો...

Friday, October 2, 2009

Gujarati ma fekamfak

મારા વિશે હુ શુ કહુ...
સોનીયા ગાધી મનમોહન બધા ને એડવાઈસ આપી ને હુ થાકી ગય છુ..ઓબામા મને બોલાવે છે પણ બુશ ને ખોટુ લાગે એવુ મારે કરવુ નથી
જરાય અભિમાન નથી મને, બીલ ગેટ્સ જોડે આજેય રુપીયા માગુ છુ પણ જાહેર મા કોઈ દિવસ ના કહુ...
આ ગઇકાલની જ વાત કરું ને...પેલો સચીન ઘરે આવ્યો'તો..અરે પેલો ટેંડુલકર યાર... કે'તો તો કે આજે પોતું નથી કરવું, કારણકે ફિલ્ડીંગની પ્રેક્ટીસ બહુ થઇ ગઇ...આજે ઝાડુ કરીશ કારણકે સ્વીપ મારવાની પ્રેક્ટિસ કરવી છે...
એક હેલિકોપ્ટર મે હમણા મારા નોકર ને આપી દિધુ....અને એક નવુ પ્લેન લિધુ
આ તો તમને કિધુ, બાકિ કોઇ ને કવ પણ નઇ....
મારુ તો કેવૂ એક હાથે દાન કરીએ બીજા હાથ ને ખબર ના પડવી જોઈએ આ રીઝ્વૃ બેન્ક મારા રુપીયા થી ચાલે છે તો પણ આજ સુધી મે કોઈ ને ય કીધુ નથી આ તો તમે ઘરના છો એટલે તો પણ હજુ મારા બીજા હાથ ને નથી ખબર...
બસ મારાથી પોતાના બહુ વખાણ ના થાય હોં...... આટલા બસ છે.....

Monday, July 6, 2009

Gujarati Funny Question

Q: What do you call a gujju with no knees?
A: Knee-less (Nilesh)

Meaning of Gujarati

G - gentle
U - understanding
J - jolly
A - adorable
R - royal
A - aggresive
T - tough
I - intelligent
This much quality only 1 cast have,
Yes, its GUJARATI..

Premi, Premika and Dhokla

Gujju Premi: Darling mere kaan me kuch halka sa,
kuch narm sa, Kuch namkin sa, Kuch mitha sa kaho!

Premika: DHOKLA

Inglish by Gujarati

Inglish !

These four classified ads appeared in a local newspaper on four consecutive days.

The last three hopelessly trying to correct the first day's mistake.

MONDAY: For sale: SK Shah has a sewing machine for sale. Phone 25550707 after 7PM and ask for Mrs Mani who lives with him cheap.

TUESDAY: Notice: We regret having erred In SK Shah's ad yesterday. It should have read "One sewing machine for sale cheap. Phone 2555-0707 and ask for Mrs Mani, who lives with him after 7PM."

WEDNESDAY: Notice: SK Shah has informed us that he has received several annoying telephone calls because of the error we made in the classified ad yesterday. The ad stands correct as follows: "For sale: SK Shah has A sewing machine for sale. Cheap. Phone 25550707 after 7PM and ask for Mrs Mani who lives with him."

THURSDAY Notice: I, SK Shah, have no sewing machine for sale. I smashed it. Don't call 25550707 as I have had the phone disconnected. I have not been carrying on with Mrs Mani. Until yesterday she was my housekeeper but she quit!

Gujju Dictionary

Sano...........Snow
Egg-joss.......Exhaust
Fota...........Photos
Lipti..........Lipstick
Phast..........Fast
Phlowur........Flower
Gilas..........Glass
Palty..........Party
Gorment........Goverment
Peeja..........Pizza
Punch..........Sponge
Die Vos........Divorce
New Brand......Brand New
Istill.........Steel
Bowel..........Bowl
Jee TV.........Zee TV
Juniversity....University
Istawbury......Strawberry
Isscooter......Scooter
dismiss........Screwdriver
Kale...........Tommorrow and Yesterday
Vija...........Visa


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...