જોઇ એક ઝલક અને નસીબ સમજી બેથા
આંખો ની એક ચમક ને પ્રેમ સમજી બેથા
યાદ માં એમની કર્યા છે આ રસ્તા ભિના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેથા
------------------------------------
ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે;
પડ્યા ભૂલા ને પહોંચી ગયા, ગમોને સરનામે,
ડર નથી હવે અમને સમયના વહી જવાનો;
પી લીધો છે અમે એને, ભરીને જિંદગીના નામે,
જો આવે તો હળવે પગલે આવજે જિંદગી આંગણે;
નાજુક છોડ ઉર્મિના, અમે વાવ્યા છે ક્યારે ક્યારે,
અસ્તિત્વનું પુસ્તક 'રાહે'નું ઊંધું છે એ રીતે;
જવાબ મોત જિંદગીનો, આપ્યો છે પહેલા પાને.
------------------------------------
"આંખની સામે તો આંખ મળશે જરૂર,
પણ નજર તમે ટકાવી નહિં શકો........
અમે તો ફેલાવીશું આ બાંહોને,
...પણ હાથ તમારો તમે લંબાવી નહિં શકો........
દોસ્તી કરી છે ખરા હ્રદયથી અમે,
જાણું છું કે તમે ક્યારેય પારખી નહિં શકો......
વ્રજનો ધા પડશે જ્યારે હ્રદય પર,...
ત્યારે વિદાય વેળા તમે નજર મીલાવી નહિં શકો......
આવીશ જ્યારે મહેમાન બનીને આંગણે તમારા,
હ્રદયના બંધ દ્વાર તમે ઉધાડી નહિં શકો.......
------------------------------------
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને
કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને
No comments:
Post a Comment